પંચાયતી રાજ અને ગુજરાત પંચાયત અધિનિયમ – પરિચય
બળવંતરાય મહેતા સમિતિ, 73મો સુધારો, ત્રિસ્તરીય પંચાયત, ગ્રામસભા, તલાટી-સરપંચ-TDO-DDO ની ભૂમિકા.
ઇતિહાસ
- બળવંતરાય મહેતા સમિતિ (1957): ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ.
- ભારતમાં પંચાયતી રાજની શરૂઆત: 2 ઓક્ટોબર 1959, નાગૌર (રાજસ્થાન).
- અશોક મહેતા સમિતિ (1977) – દ્વિસ્તરીય વ્યવસ્થાની ભલામણ.
73મો બંધારણ સુધારો (1992)
- પંચાયતોને બંધારણીય દરજ્જો. અમલ: 24 એપ્રિલ 1993 – આ દિવસ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય છે.
- ભાગ IX, અનુચ્છેદ 243 થી 243-O; 11મી અનુસૂચિ માં 29 વિષયો.
- 243A: ગ્રામસભા. 243D: અનામત (મહિલાઓ માટે ઓછામાં ઓછી 1/3). 243E: પંચાયતની મુદત 5 વર્ષ.
- 243I: રાજ્ય નાણાં પંચ (દર 5 વર્ષે). 243K: રાજ્ય ચૂંટણી પંચ પંચાયત ચૂંટણીઓ યોજે છે.
ગુજરાતમાં પંચાયતી રાજ
- ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હાલનો મુખ્ય કાયદો છે.
- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% અનામત.
- બિનહરીફ ચૂંટાતી પંચાયતોને પ્રોત્સાહન આપવા સમરસ ગ્રામ પંચાયત યોજના.
ત્રિસ્તરીય માળખું
- ગ્રામ પંચાયત – સરપંચ, ઉપસરપંચ અને સભ્યો; તલાટી કમ મંત્રી સચિવ તરીકે.
- તાલુકા પંચાયત – પ્રમુખ, ઉપપ્રમુખ; વહીવટ TDO હસ્તક.
- જિલ્લા પંચાયત – પ્રમુખ, ઉપપ્રમુખ; વહીવટ DDO હસ્તક.
ગ્રામસભા
- ગામના બધા પુખ્ત મતદારો ગ્રામસભાના સભ્ય છે.
- વિકાસ કામો, લાભાર્થીઓની પસંદગી અને હિસાબોની ચર્ચા ગ્રામસભામાં થાય છે.
તલાટી કમ મંત્રીની મુખ્ય ફરજો
- પંચાયતના રેકર્ડ, ઠરાવો અને હિસાબો જાળવવા.
- વેરા વસૂલાત, જન્મ-મરણ નોંધણી.
- સરકારી યોજનાઓની માહિતી અને અમલવારીમાં મદદ.
- ગ્રામસભા અને પંચાયતની બેઠકોનું આયોજન.
---
*આ નોંધ Prabodh Guidance દ્વારા સ્વ-અભ્યાસ માટે તૈયાર કરવામાં આવી છે. પરીક્ષા પદ્ધતિ, ગુણ અને તારીખો દર ભરતીમાં બદલાઈ શકે છે, તેથી હંમેશા સત્તાવાર જાહેરાત (Advertisement) સાથે ચકાસો.*